સતત હાંફી જતાં આ શ્વાસ ને ઉચ્છવાસનું આ શહેર છે,
ફકત પીડામાં તડપે લોક, ભરપૂર ત્રાસનું આ શહેર છે.
હવે તો આંસુ પણ ખૂટ્યાં એ કોરી આંખમાં દેખાય ક્યાં,
ઉછેરી વેદના પાંપણ તળે એ ચાસનું આ શહેર છે.
ભલે લાગે કે મંઝિલ આ રહી સામે પણ આવે હાથ ના,
છળે હરદમ હંમેશા એ જ પોલા ભાસનું આ શહેર છે.
છ્તે બંધન બધાં છુટ્ટા અને છુટ્ટા બધાં બંધક વળી,
કદી દેખાયના એવા નિરાળા પાશનું આ શહેર છે.
હવે ‘આનંદ’ ક્યાં કરવો અને કરવો તો કઈ રીતે ? ભલા,
અજાણ્યા ભય અને દહેશત જુઓ ચોપાસનું આ શહેર છે.
– અશોક જાની ‘આનંદ’
Advertisements
ભલે લાગે કે મંઝિલ આ રહી સામે પણ આવે હાથ ના,
છળે હરદમ હંમેશા એ જ પોલા ભાસનું આ શહેર છે.
સુંદર રીતે શહેરને સરસ શ્વસ્યું છે.
હવે તો આંસુ પણ ખૂટ્યાં એ કોરી આંખમાં દેખાય ક્યાં,
ઉછેરી વેદના પાંપણ તળે એ ચાસનું આ શહેર છે.
very nice ashokbhai….
હવે ‘આનંદ’ ક્યાં કરવો અને કરવો તો કઈ રીતે ? ભલા,
અજાણ્યા ભય અને દહેશત જુઓ ચોપાસનું આ શહેર છે.
વાહ, મજાનો શૅર.
nice piece about city and its stress.
છતે બંધન બધાં છુટ્ટા અને છુટ્ટા બધાં બંધક વળી,
કદી દેખાયના એવા નિરાળા પાશનું અા શહેર છે.
ખૂબ સરસ વ્યાખ્યા અાપી શહેરની. સાચે જ શહેર એક
ગૂંગળામણ છે.
વાહ નખશિખ મજાની ગઝલ
દરેક શેર કાબિલેદાદ
શ્વાસ ને ઉચ્છવાસનું આ શહેર છે,….very nice…good observation….congrats….
નખશિખ સુંદર ગઝલ.
સરયૂ પરીખ