આ લોકો

જો તોડો વચન તો ડરાવે આ લોકો,
ને પાળો વચન તો રડાવે આ લોકો.

એ પાડે દિવાલો, પડે જ્યાં તિરાડો,
બની ખુદ દિવાલો, ડુબાડે આ લોકો.

પહેલાં એ કે’તા, ‘શીખો યાદ રાખો,’
હવે ભૂલતા શીખવાડે આ લોકો.

જે ખાલી ચણો છે,તે વાગે ઘણો અહીં,
મદારી બની મન, નચાવે આ લોકો.

થયો કેમ પત્થરની મૂર્તિ આ ઇશ્વર,
હશે રાઝ એ કે, થકાવે આ લોકો.

આ કડવી હકીકત, ને છે સાવ સાચી,
શું જાણી ખુદાને, બનાવે આ લોકો.

અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,
સજાવી ધજાવી, સુણાવે આ લોકો.

– દેવિકા ધ્રુવ

Advertisements

8 thoughts on “આ લોકો

 1. बहु सरस गझल अभिनंदन आपे लोकोनुं चरित्र हुबहू रजू कर्युं छे ते बदल फ़रीथी अभिनंदन मने आपनी गझल वांचतानी साथे ज
  कविश्री राझ नवसारवीनी गझल याद आवी गई : रदीफ हती ऊपर ऊपरनुं वहाल छे लोकों . अेवी ज काबिलेदाद गझल छे
  आपनी .

 2. અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,
  સજાવી ધજાવી, સુણાવે આ લોકો.
  abhinandan ! sundar rchna

 3. પહેલાં એ કે’તા, ‘શીખો યાદ રાખો,’
  હવે ભૂલતા શીખવાડે આ લોકો… વાહ… આખી ગઝલ સુંદર થઈ છે..

  દુનિયાનો આ જ દસ્તૂર છે, આ જ લોકો ‘બોલે તેના બોર વેચાય’ની સમજ આપે છે વળી આ જ લોકો
  શીખવે છે કે ‘ના બોલવામાં નવ ગુણ’

 4. ખૂબ સરસ રચના દેવિકાબેન.
  ઈશ્વરને ય ન ગાંઠનારા એ લોકો
  વિશે બોલવું યે ફોગત છે.

 5. આખી રચના બહુ સરસ.
  જો તોડો વચન તો ડરાવે આ લોકો,
  ને પાળો વચન તો રડાવે આ લોકો.
  સરયૂ પરીખ

 6. લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે એમ સમજી,
  દુધ ગણપતિને પીવડાવી, મુરખ બનાવે આ લોકો!

  સરસ ગઝલ, અને કદાચ એટલે જ માણસને સર્જી ઈશ્વરે પોતાના હાથ ધોઈ નાખ્યા હશે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s