પ્રીતની ચોટ

પાંપણે લાગી પ્રીતની ચોટ…
વગર વાંકે આંખલડી રાતી થઇ ગલ-ગોટ !

અત્તરની ક્યાં રહી જરૂર મનડું મઘમઘ મહેકે,
ફૂલ-પિયાલી પીને કોયલ કાલું કાલું બહેકે …
પગ ધીમેથી માંડું તો પણ થાય ગુલાલ-વિસ્ફોટ.
પાંપણે લાગી પ્રીતની ચોટ…

હળતા મળતા રોજ-બ-રોજ તો પણ સમજ ન આવી,
મનને તાળું મારી.. દરિયે… ફેંકી દીધી ચાવી,
ભાવનાની ભુલામણીમાં અટવાયા અમે ભોટ !
પાંપણે લાગી પ્રીતની ચોટ…

ધોમ-બપ્પોરે ખોબો ભરી તડકાને પી જાઉં…
તારલિયાનો ભુક્કો છાંટી ચાંદની ગટગટાઉં !
ચાલતા હું ઊભો રહું ને સાવ અચાનક મૂકું દોટ !
પાંપણે લાગી પ્રીતની ચોટ…

તારું શહેર, તારી શેરી, તારા ઘરની બારી…
બધ્ધું મને પોતીકું લાગે એવી તે શી યારી ?
મથુરા-કાશી-કાબા-ગંગા-ઝમઝમ આ કથરોટ !
પાંપણે લાગી પ્રીતની ચોટ…

– કુમાર જિનેશ શાહ

5 thoughts on “પ્રીતની ચોટ

 1. ધોમ-બપ્પોરે ખોબો ભરી તડકાને પી જાઉં…
  તારલિયાનો ભુક્કો છાંટી ચાંદની ગટગટાઉં !
  ચાલતા હું ઊભો રહું ને સાવ અચાનક મૂકું દોટ !
  પાંપણે લાગી પ્રીતની ચોટ……. વાહ, કેવું મજાનું કલ્પન…!!

  આખું ગીત ગમી ગયું… 🙂

 2. કહેવત છે ને કે “રામબાણ વાગ્યા હોય તે જાણે”
  પ્રેમની ચોટ પણ એવી જ છે. કલ્પનો એવા
  સચોટ મૂક્યા છે કે પ્રીતની પીડા સારી રીતે
  સમજાય છે. સરસ રચના.

 3. शरदबाबु कहे छे तेम धसमसती नदीना पूरने कोइ ख़ाली शक्युं छे ? तेम प्रेमनो आवेग ख़ाली शकायो नथी अे गीतनो संदेश छे
  दोस्तो.अभिनंदन

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s