આ શહેર છે

ભીડમાં એકલપણું સંતાય છે, આ શહેર છે
પડછાયા એડી તળે ચગદાય છે, આ શહેર છે

રાત થઇ બેબાકળી શોધે અહીં અંધારને
તેજ હકડેઠઠ બધે ઠલવાય છે, આ શહેર છે

ચાલવાનું શિસ્તથી ધોળા ઉભા પટ્ટા મહીં
પિંજરાની હાશ કંઇ વરતાય છે, આ શહેર છે

નાકથી એક વ્હેંત છેટે તક સદા આગળ રહે
દોડ એની એ, ઝડપ બદલાય છે, આ શહેર છે

એક બાળકનો અચંબો લઇને આવ્યો’તો અહીં
વૃદ્ધ ચહેરા ચોતરફ પરખાય છે, આ શહેર છે

કૈંક પોતીકા અવાજો કંઠમાં થીજી ગયા
સુરની ગત ને તાલ પણ મુરઝાય છે, આ શહેર છે

કોઈ અણજાણ્યું નથી કે કોઈ જાણીતું નથી
‘કીર્તિ’ને સ્વજન બધે અથડાય છે, આ શહેર છે

. કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

6 thoughts on “આ શહેર છે

 1. परदेशीनी प्रीत जेवी आ शहेरनी प्रीत गणाय दोस्तो सरस गझल अभिनंदन

 2. એક બાળકનો અચંબો લઈને અાવ્યો’ તો અહીં,
  વૃધ્ધ ચહેરા ચોતરફ પરખાય છે, અા શહેર છે

  શહેરનું અાકર્ષણ જ તેના તરફ ખેંચી જાય છે,
  પરંતુ ત્યાંની કૃત્રિમ જિંદગી માણસને તન,મનથી
  તો઼ડી નાંખે છે, જીવતો માણસ શબની જેમ જીવે છે.
  સાહજીકતાથી શહેરી જીવનની લાક્ષણિકતા અાલેખી છે
  જયાં કોઈ અજાણ્યું નથી તો વળી કોઈ જણીતું ય નથી
  બધાં જ ધસરડાની દોડધામમાં મશગુલ છે.

 3. રાત થઇ બેબાકળી શોધે અહીં અંધારને
  તેજ હકડેઠઠ બધે ઠલવાય છે, આ શહેર છે.. ખૂબ સુંદર

  અંધારાને તરસતી રાત એક નોખું જ કલ્પન,, સારું લાગ્યું..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s