ના પૂછ તું

આ ચરણથી રેતનાં સગપણ વિશે ના પૂછ તું,
શ્વાસમા તરતા અફાટી રણ વિશે ના પૂછ તું.

રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને,
એ અભાવોનાં નિકળતા ધણ વિશે ના પૂછ તું.

સાવ સીધા માર્ગ પર ડગલું ય મંડાતું નથી,
ભીતરી અવઢવ અને અડચણ વિશે ના પૂછ તું.

મેં મને ધાર્યો હતો એવો ન નિકળ્યો ક્યાંય પણ,
જાત આખી જોઈ એ દર્પણ વિશે ના પૂછ તું.

જળ અને જળની છટાઓ લે ગણાવું હું તને,
પ્યાસની મારી સકળ સમજણ વિશે ના પૂછ તું.

જે મળે એને હયાતીનો પૂછે છે પ્રશ્ન એ ,
દોસ્ત ‘વંચિત’માં ઉછરતા જણ વિશે ના પૂછ તું.

– વંચિત કુકમાવાલા

5 thoughts on “ના પૂછ તું

  1. દોસ્ત ‘વંચિત’માં ઉછરતા જણ વિશે ….wah….enjoyed your nice gazal, sir….

  2. સાવ સીધા માર્ગ પર ડગલું ય મંડાતું નથી,
    ભીતરી અવઢવ અને અડચણ વિશે ના પૂછ તું .. વાહ

    બાહ્ય કરતાં આંતરિક વિઘ્નો ઘણી વાર મોટા નડતરરૂપ હોય છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s