મંજૂર છે

મિત્રો ખાતર દુનિયામાં ખર્ચાઈ જવાનું મંજૂર છે,
વાંધો શું છે ? એ રીતે વપરાઇ જવાનું મંજૂર છે.

આંખોમાં લઈ શમણાં આ દુનિયામાં આવ્યા આપણ સહુ,
શમણાં સાટે જરૂર પડે વેચાઈ જવાનું મંજૂર છે.

અધકચરા ઉલ્લાસમાં જીવવું આપણને ક્યાં ફાવે છે ?
બસ ખુશીઓ થઈ આંખોથી છલકાઈ જવાનું મંજૂર છે.

દિલ ફાડીને પ્રેમ કર્યાની આદત મેં તો પાડી છે,
સામે પક્ષે હો ના હો ભરમાઈ જવાનું મંજૂર છે.

જીવનમાં મિત્રોનું ટોળું ‘આનંદ’નો પર્યાય બને,
સીધા સરળ થઈ સહુને સમજાઈ જવાનું મંજૂર છે.

– અશોક જાની ‘આનંદ’

8 thoughts on “મંજૂર છે

  1. મિત્રોને પોંખતી સરસ ગઝલ.

    અધકચરા ઉલ્લાસમાં જીવવું આપણને ક્યાં ફાવે છે ?
    બસ ખુશીઓ થઈ આંખોથી છલકાઈ જવાનું મંજૂર છે.

  2. મિજાજની અભિવ્યક્તિ નિખાલસ અને ખુલ્લેઆમ છે

  3. એક અલગારી જીવનની રાહ અને ચાહ.
    સરળતા અને સહજતાથી જીવવાની ધખના.

    સરસ…સરસ…સરસ….

  4. સરળ…સહજ…સરસ…છલકાઈ જવાનું મંજૂર છે…..very nice ashokbhai…congrats…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s