ગઝલનું ભોયરું

શબ્દને હળવેથી થોડો ખોતરું,
ને મળી આવે ગઝલનું ભોંયરું.

એક ઘર એવુંય છે કાયમ હું જ્યાં,
ખટખટાવી બારણું પાછો ફરું.

શું તને તકલીફ થઇ આકાશથી ?
કે અગાસી પર નખાવ્યું છાપરું !

મિત્ર છું, છે આવવાનો હક તને,
કોઈ તું આફત નથી કે નોતરું.

સાચવી શકતો નથી આ જાત હું,
ને તમે આપી ગયા સંપેતરું ?

એટલો શ્રીમંત છું કે હર ક્ષણે,
શ્વાસનો હું એક સિક્કો વાપરું.

– ભાવિન ગોપાણી

Advertisements

6 thoughts on “ગઝલનું ભોયરું

 1. શું તને તકલીફ થઇ આકાશથી ?
  કે અગાસી પર નખાવ્યું છાપરું !… ખૂબ સુંદર

  મસ્ત હમરદીફ-હમકાફિયા ગઝલ !!

 2. મારો ગમેલો શે’ર પણ ….

  શું તને તકલીફ થઈ અાકાશથી?
  કે અગાસી પર નખાવ્યું છાપરું !

  ખૂબ સ્વાભાવિક પ્રશ્ન. સરસ રચના.

 3. એટલો શ્રીમંત છું કે હર ક્ષણે,
  શ્વાસનો હું એક સિક્કો વાપરું

 4. पोतीकी संवेदना शांत पगले आ गझलमां कविअे उजागर करी छे अेज अेनुं महात्म्य छे ,दोस्तो

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s