એ જ છે

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
દર્દનું સઘળું નિવારણ એ જ છે.

ગામની આ ધૂળ-રજકણ એ જ છે,
ઉંબરો છે એ જ, આંગણ એ જ છે.

જિંદગી લાવી ફરી એ મોડ પર,
દર્દ જે દે છે જો, જણ એ જ છે.

જ્યાં તને પહેલાં છળ્યો તો મૃગજળે,
આ વખત સાચવજે, આ રણ એ જ છે.

દિલના ખંડેરોમાં તે પડઘાય છે,
કે જુદાઈની આ ખણખણ એ જ છે.

જિંદગીનું શું કરું ‘સાહેબ’જી..?
બહુ વખતથી આ વિમાસણ એ જ છે.

– ટેરેન્સ જાની ‘સાહેબ’

Advertisements

8 thoughts on “એ જ છે

 1. જિંદગી લાવી ફરી એ મોડ પર,
  દર્દ જે દે છે જો, જણ એ જ છે.
  સાહેબ , તમને યાદ કરવાનું કારણ પણ એ જ છે.

 2. મસ્ત મત્લા .. અને દરેક શે’ર અસરકારક.. !!

  આખી ગઝલ ઉમદા થઈ છે…… !!

 3. જયાં તને પહેલાં છળ્યો તો મૃગજળે,
  અા વખતે સાચવજે, અા રણ એ જ છે.

  ખૂબ સરસ. સંપૂર્ણ ગઝલ મનભાવન છે.

 4. દર્દની વાત હોય અને મને ના ગમે એવું ના બને, એ મારો સ્થાઈ ભાવ છે! વહ, ‘સાહેબજી’ સુંદર ગઝલ.
  જિંદગી લાવી ફરી એ મોડ પર,
  દર્દ જે દે છે જો, જણ એ જ છે.

 5. प्रत्येक शेरने पोतीकी कहानी छे लाजवाब गझल

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s