દગો દેશે

તેજ નહીં તો તમસ દગો દેશે,
રાત નહીં તો દિવસ દગો દેશે.

જે તમે આંખમાં ઉગાડો છો,
આખરે એ તરસ દગો દેશે.

રોજ મુઠ્ઠી ભરીને રડવાનું,
જળ તણી કશ્મકશ દગો દેશે.

જીવની જેમ જાળવો છો જે,
એ અમૂલી જણસ દગો દેશે.

દોર જે શ્વાસની જીવાડે છે,
કોક દી એ જ કશ દગો દેશે.

સાચવ્યાં માંડ માંડ પંદર, પણ,
સોળમું આ વરસ દગો દેશે.

જે બધા આજ ખાસ લાગે છે,
એ જ કાલે સરસ દગો દેશે.

– મહેશ મકવાણા

Advertisements

4 thoughts on “દગો દેશે

  1. આખરે એ તરસ દગો દેશે…..good work on radif- દગો દેશે…..

  2. સાચવ્યાં માંડ માંડ પંદર, પણ,
    સોળમું આ વરસ દગો દેશે…. ખૂબ સુંદર..
    ટૂંકી બહરમાં આખી ગઝલ મજાની થઈ છે..

  3. नेति नेतिनो संदेश आपती नवा मिजाजवाली गझल गमी

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s