હવે છે

કળી ના શકાયું તે કળવું હવે છે,
મને શોધવો છે ને મળવું હવે છે.

ધરી મૌન લાંબુ રહ્યા કૂપ જળ શાં,
ઝરણ જેમ વહીને ખખળવું હવે છે.

અને લક્ષ પાકું નક્કી થઈ ગયું છે,
રળ્યા કોઈ જે ના એ રળવું હવે છે.

હજી લગ પુરાણા જ બીબે પુરાણા,
નવા કોઈ ઢાળામાં ઢળવું હવે છે.

નવા શબ્દ આતુર બની સાદ પાડે,
અમારે ગઝલ પંથ વળવું હવે છે.

બધું એક સાથે બની જો શકે તો,
પલળવું, પીગળવું ને બળવું હવે છે.

– ડોં. નટુભાઈ પંડ્યા

Advertisements

6 thoughts on “હવે છે

 1. બધું એક સાથે બની જો શકે તો,
  પલળવું, પીગળવું ને બળવું હવે છે.
  ક્યા બાત હે, યે બાત એક સાથે….

 2. ગઝલ, ડોં. નટુબાઈ પંડ્યા / નટુબાઈ પંડ્યા …..please read NATUBHAI

  નવા શબ્દ આતુર બની સાદ પાડે,
  અમારે ગઝલ પંથ વળવું હવે છે……..where are they?

 3. બધું એક સાથે બની જો શકે તો,
  પલળવું, પીગળવું ને બળવું હવે છે… વાહ ..!!

  મજાનાં મત્લા ઉપરાંત ઉપરોક્ત શે’ર ખૂબ ગયો… મજાની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s