સારો હતો

એક માણસ આમ તો સારો હતો,
લાગણીનો મ્હેકતો ક્યારો હતો.

ભીડમાં ભળતો ને રહેતો એકલો,
એ બધામાં એટલે ન્યારો હતો.

કંઇ જ ના બોલે અને કહી દે બધું,
એટલે સૌ કોઇનો પ્યારો હતો.

એ સદા મઝધાર પર જઇ ખળભળે,
એમ તો એ શાંત કિનારો હતો.

ચિત્ત-આકાશે રહે ‘જય’ સ્થિર થઇ,
જેમ કોઈ ધ્રુવનો તારો હતો.

– જયવદન વશી

Advertisements

5 thoughts on “સારો હતો

 1. welcome after long time, vashibhai….
  એક માણસ આમ તો સારો હતો….very nice…

 2. એ માણસ હજુય સારો જ છે.. !!

  સુંદર ગઝલ.. વશી સાહેબ.. 🙂

 3. વાહ… વશી સાહેબ. હવે અમેરિકા બેઠા એક સંગ્રહ જેટલી રચનાઓ બનાવી દો.
  સંગ્રહ બનાવીએ. ‘જય’ હો…

  ભીડમાં ભળતો ને રહેતો એકલો,
  એ બધામાં એટલે ન્યારો હતો. …… એટલે વશીસાહેબ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s