મઠારી જુઓ !

તમે મારી ભીતર પધારી જુઓ,
વિચારું છું હું એ વિચારી જુઓ .

ઉકેલી જુઓ મારા મનની લિપી,
એ વાંચી જુઓ અથવા ધારી જુઓ .

નથી આપણાં હાથની વાત એ,
કદી સ્વપ્નને તો મઠારી જુઓ !

પ્રવેશ્યા વગર કોઇના ક્ષેત્રમાં,
તમારી જ હદને વધારી જુઓ !

હશે એમાં મોતી, કવિતા હશે
તમે આંસુ ભીતર ઉતારી જુઓ.

– સ્નેહા પટેલ

Advertisements

6 thoughts on “મઠારી જુઓ !

  1. કદી સ્વપ્નને તો મઠારી જુઓ !… વાહ ખૂબ સુંદર

    આખી ગઝલ ઉમદા થઈ છે …!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s