ક્યાં છે ?

આમ જુઓ તો કશી પણ વાત ક્યાં છે !
પણ વિચારી જો કે તારી જાત ક્યાં છે ?

આયના સામે જઇ ઊભો રહે તું,
એટલી સીધી સરળ ઔકાત ક્યાં છે ?

એક સરખા બીબાંમાથી નીકળ્યો તું ,
સાવ નોખી હોય એવી ભાત ક્યાં છે ?

એક લાંબી ઊંઘના છે ઓરતા,
પણ પછેડી તાણવા સમ રાત ક્યાં છે ?

ચાલ, પકડી લે જરા ‘આનંદ’ને લ્યા,
એ મળ્યા જેવી કોઈ સૌગાત ક્યાં છે ?

– અશોક જાની ‘આનંદ’

6 thoughts on “ક્યાં છે ?

  1. himanshupatel555

    એક સરખા બીબાંમાથી નીકળ્યો તું ,
    સાવ નોખી હોય એવી ભાત ક્યાં છે ?

    to be human is what this is,nicely said.

    Reply
  2. Pravin Shah

    આનંદ જેવી કોઈ સૌગાત ક્યાં છે…. very nice ashokbhai…

    Reply
  3. Kirtikant

    એક સરખા બીબાંમાથી નીકળ્યો તું ,
    સાવ નોખી હોય એવી ભાત ક્યાં છે ?

    વાહ.. સરસ કહ્યું.

    Reply

Leave a reply to himanshupatel555 Cancel reply