પાંખોની દોસ્તી

માયા ક્યાં ઓછી રાખી છે,
પાંખોની દોસ્તી રાખી છે.

આંસુ કઈ રીતે આવ્યાં, કહું ?
ઈચ્છાઓ પકડી રાખી છે.

અંધારું ક્યાંથી પ્રગટે કહે,
મેં શગને લાંબી રાખી છે.

નિષ્ફળતા સામે આવી પણ,
મેં ગતિ ક્યાં ધીમી રાખી છે ?

સુખનું કારણ તો એ છે દોસ્ત,
મેં ચાદર ટૂંકી રાખી છે.

સુનીલ શાહ

હાલમાં પ્રગટ થયેલ તેમના ગઝલ સંગ્રહ
‘પાંખોની દોસ્તી’ માંથી સાભાર….

Advertisements

5 thoughts on “પાંખોની દોસ્તી

  1. વાહ… ટૂંકી બહર અને આઝાદ કાફિયામાં અર્થપૂર્ણ ગઝલ… !!

  2. આંસુ કઈ રીતે આવ્યાં, કહું ?
    ઈચ્છાઓ પકડી રાખી છે.
    વાહ, વાહ, વાહ. ક્યાં બાત હે.
    મને આ શેર બહુ જ ગમ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s