જાહેર સડકે

અચાનક શબદમાથી વિદ્યુત કડકે,
બળી પણ શકે છે જગત આખું ભડકે.

અગર સાવ પોલી ઢીલી લાગણી છે,
મૂકી એને દેવાની હંમેશ તડકે.

જુઓ કેટલા સસ્તે વેચાવા બેઠા,
આ સિધ્ધાંતો જીવનની જાહેર સડકે.

હવે એને ફેંકો ઉઠાવીને બહારે,
હ્રદય મારું આજે સતત કેમ ધડકે.?

જો કરવો છે ‘આનંદ’ આંખો મીંચી દો,
જુઓ કોઈ હૈયાને આવી ના અડકે.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

4 thoughts on “જાહેર સડકે

  1. શબદમાથી વિદ્યુત કડકે…..saras ashokbhai…..yes such speekers are there….

  2. અગર સાવ પોલી ઢીલી લાગણી છે,
    મૂકી એને દેવાની હંમેશ તડકે.

    બહુ જ સરસ ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s