હંફાવતી નથી

એવું નથી કે યાદ તારી આવતી નથી,
પહેલાની જેમ એ હવે હંફાવતી નથી.

એવું નથી કે આંખ ને છલકાવતી નથી ,
મારી તરસને લાગણી લલચાવતી નથી .

તારાપણું સદાય તું સાથે જ રાખે છે ,
હળવાશ ઝાઝી એટલે બસ ફાવતી નથી .

રમતાં તનેજ આવડે છે એમ નાં સમજ
સારું છે કોઈ દાવ હું અજમાવતી નથી .

પાંપણ ના કિલ્લા બાંધવાથી ફેર શું પડે ,
અશ્રુને કોઈ સરહદો અટકાવતી નથી .

– બિની પુરોહિત

Advertisements

4 thoughts on “હંફાવતી નથી

  1. રમતાં તનેજ આવડે છે એમ નાં સમજ
    સારું છે કોઈ દાવ હું અજમાવતી નથી … ખૂબ બોલકો પણ મજાનો શે’ર..

    આખી ગઝલ સુંદર થઈ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s