અજાણ્યો શખ્સ

અજાણ્યો શખ્સ જે ભીતર રહે ભીતરથી ઢંઢોળે,
ભીતરથી દ્વાર ખખડાવે વળી ભીતર મને ખોળે.

તને રંગરાગના વસ્ત્રો ઉતાર્યાની નથી જલ્દી,
પછી શું કામ આ જલ્દીથી અંગે રાખને ચોળે.!

સતત સુમસામ, સન્નાટો બધે વેરાય ચોતરફે,
છતાં પણ કેમ વિચારો ભીતર મારી વળે ટોળે ?

મને મુલ્ઝિમ બનાવી ન્યાય પિંજરમાં ઊભો રાખી,
દલીલો ખુદ કરેને એ જ પાછો ન્યાયને તોળે..

અગર સમજી લઉં એ શખ્સને ‘આનંદ’ એ મારો,
થઈને બેફિકર હું પણ ચઢું મસ્તીના ચકડોળે.

– અશોક જાની ‘આનંદ’

5 thoughts on “અજાણ્યો શખ્સ

 1. તને રંગરાગના વસ્ત્રો ઉતાર્યાની નથી જલ્દી,
  પછી શું કામ આ જલ્દીથી અંગે રાખને ચોળે.!

  very nice.

 2. સતત સુમસામ, સન્નાટો બધે વેરાય ચોતરફે,
  છતાં પણ કેમ વિચારો ભીતર મારી વળે ટોળે
  Nice gazal.
  Saryu Parikh

 3. દલીલો ખુદ કરેને એ જ પાછો ન્યાયને તોળે…saras ashokbhai…..nice gazal….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s