આ કેવો છે રઘવાટ ?

આ કેવો છે રઘવાટ ?
ભીતર ઉથલ-પાથલ કરવા
કોણ ઘડે છે ઘાટ ?

એક સામટા બધાજ મારગ
છોડી, ચરણો ચાલે
એક સામટા બધા રંગનાં તિલક
થાય છે ભાલે
કોણ ઉભું છે.! કોના માટે.!
કોની જોતું વાટ ?…………..આ કેવો છે રઘવાટ ?

હાથવગી સમજણને લઈને,
કોણ કરે સરવાળો :
વારંવાર રહે છે એમાં
વેંત દૂર નો ગાળો
સંકેલાતા નભ ને વીંધી,
કોણ કરે ફફડાટ?…………..આ કેવો છે રઘવાટ ?

– વંચિત કુકમાવાલા

Advertisements

6 thoughts on “આ કેવો છે રઘવાટ ?

 1. હાથવગી સમજણને લઈને,
  કોણ કરે સરવાળો :
  વારંવાર રહે છે એમાં
  વેંત દૂર નો ગાળો
  સંકેલાતા નભ ને વીંધી,
  કોણ કરે ફફડાટ?….. એક એક પંક્તિ અર્થપૂર્ણ અને ગમી જાય એવી..

  મજેદાર ગીત….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s