રોજિંદું થયું !

સાંજ પડતાં બસ, સ્મરણ તારું થયું,
ને પછી, અંધારું ઝળહળતું થયું.

આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?!,
ઝંખનાનું શબ ફરી બેઠું થયું.

આપણાથી છેટા શખ્સોને લીધે,
આપણી વચ્ચે જરી છેટું થયું.

હર વખત નડતી શરમ જેની તને,
બોલ, અંતે કોણ એ તારું થયું.

કંઇ પ્રસંગોપાત હો તો ઠીક છે,
દર્દ આ તો કેવું રોજિંદું થયું. !

નામ લેતા પણ ડરું છું સૂર્યનું,
એવું માથાભારે અંધારું થયું.

આંખથી કાજલ ગયું બસ, તારું તો…
મારુ તો આખું જીવન કાળું થયું.

– પંકજ વખારિયા

Advertisements

4 thoughts on “રોજિંદું થયું !

  1. નામ લેતા પણ ડરું છું સૂર્યનું,
    એવું માથાભારે અંધારું થયું… વાહ ટૂંકી બહરમાં ખૂબ સુંદર ગઝલ… !!

    આખી ગઝલ ગમી જાય એવી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s