મારી કલ્પના…

બની જવા માંગુ છું ,
કોઈ કરુણરસવાળી વાર્તાનું પાત્ર,
કોઈ નવલકથાનું મુખ્ય પાત્ર નહિ,
લીડ રોલ જ !!!
સમાઈ જવા માંગુ છું,
‘અશ્રુઘર’માં,
‘વડવાનલ’માં,
‘તુલસીક્યારા’માં,
કોઈ બિચારી-
‘કુંતી’માં,
ખોવાઈ જવા માંગુ છું
’સાત પગલાં આકાશ’માં !!!
ધોળાઈ જવા માંગુ છું
‘કસુંબલ રંગ’માં !
સમાઈ જવા માંગુ છું
‘કાવ્યસેતુ’ના ઉદરમાં !
જન્મ જન્મથી તરબોળ ‘ગાલીબ’નો
કોઈ ‘શેર’ બની જવા માંગુ છું !
વેરાન વાસ્તવિકતાને ત્યાગીને
કોઈની કલ્પના બની જવા માંગુ છું !
નિતાંત કલ્પના !
એવી કે જેને કદી
વાસ્તવનો ઓછાયો પણ ન લાગે !
ચિરંજીવ કલ્પના…
મારી કલ્પના… કલ્પના…. કલ્પના… જ !

વાઘેલા ભાગ્યશ્રીબા (શિવરાજગઢ, ગોંડલ)

3 thoughts on “મારી કલ્પના…

  1. મારી કલ્પના…
    એ જ બધાની કલ્પના…સુંદર અછાંદસ ….

  2. હું તમારી એ વાતથી જુદો પડું છુ… કલ્પના કોઈ એક વસ્તુની બધા કરે એમ બને પણ તે ઘણુખરું દરેકની જુદી જુદી હોય.
    છતાં એકંદરે સુંદર અછાંદસ

    .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s