સૌ છે

વિશ્વના વિશાળ, આ ‘વિલા’માં સૌ છે.
જેમ પર્ણો, વૃક્ષના વેલામાં સૌ છે.

વાયુથી ખરતા આ પત્તા જોઉં, ને થાય,
કે ફરી મળતા નવા ઝુલામાં સૌ છે.

પ્રીતના મીઠા ગીતો ગાયા કર્યા પણ
વાત તો એ છે, ‘સ્વ’ના કિલ્લામાં સૌ છે.

‘કાગડા કાળા બધે’ જોઉં ને વિચારું,
કેવાં કેવાં મન તણાં ખિલામાં સૌ છે!

આ પરિવર્તનની વાર્તા છે બધી હોં,
અહીં તો, ‘દેવી’,ચાતર્યા ચીલામાં સૌ છે.

– દેવિકા ધ્રુવ

Advertisements

5 thoughts on “સૌ છે

  1. ‘કાગડા કાળા બધે’ જોઉં ને વિચારું,
    કેવાં કેવાં મન તણાં ખિલામાં સૌ છે!.. વાહ ખૂબ સરસ..

    આખી ગઝલ ઉમદા થઈ છે

  2. વિશ્વના વિશાળ, આ ‘વિલા’માં સૌ છે.
    જેમ પર્ણો, વૃક્ષના વેલામાં સૌ છે.
    દેવિકાજી, ભાગવત નો સાર આવી ગયો. એકજ માળાના મણકા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s