પહેલો વરસાદ

મોસમનો પહેલો વરસાદ ગમે છે,
ઝીણેરી ઝરમરનો નાદ ગમે છે.

વાછટ આવે મસ્ત પવનની ચાલે,
કુદરતના સાદ-પ્રતિસાદ ગમે છે.

તડકો- વાદળ, પંખી ડાળ-ડાળ પર,
કલશોર બની તારી યાદ- ગમે છે.

તું હો તો રાજી વીજ અને વાદળ,
તારા વિશેની ફરિયાદ ગમે છે.

સુખ-ચેન મળે ધરતીને બેસુમાર,
પહેલો-વહેલો આ વરસાદ ગમે છે.

પ્રવીણ શાહ

Advertisements

8 thoughts on “પહેલો વરસાદ

  1. વગર વરસાદે ભીંજવી ગઈ..

    સુંદર ગઝલ..

  2. વાહ…સુંદર શેરથી વગર વરસાદે દિલને ભીંજવી નાખતી ગઝલ.
    વાછટ આવે મસ્ત પવનની ચાલે,
    કુદરતના સાદ-પ્રતિસાદ ગમે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s