પડઘો મળે

પગરવટને ખંખેર પરચો મળે,
વટેમાર્ગુ મંઝિલનો તરસ્યો મળે.

જવાબી કોઈ ભીંત તો જોઈએ,
ફક્ત એક સાદે ના પડઘો મળે.

તમે ખાંખાખોળા જ કરતાં રહો,
તમારા જ પગને એ રસ્તો મળે.

નદીના એ મુખને જો શોધી વળો,
નદીનાય મૂળમાં એ દરિયો મળે.

અગર શબ્દના બીજ રોપાય તો,
કવિતા ફળે એવા વૃક્ષો મળે. .

ખૂંચે જો કોઇની સફળતા તને,
અદેખાઈની આંખે કરચો મળે.

જરા ડોક નીચી કરીને જુઓ,
ત્યાં ‘આનંદ’ તમનેય અદકો મળે.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

8 thoughts on “પડઘો મળે

 1. આખીયે ગઝલ સરસ. નીચેના બે શેર ખાસ્સી ઊંચાઈના-.

  જવાબી કોઈ ભીંત તો જોઈએ,
  ફક્ત એક સાદે ના પડઘો મળે.

  અગર શબ્દના બીજ રોપાય તો,
  કવિતા ફળે એવા વૃક્ષો મળે. .

 2. ખૂંચે જો કોઇની સફળતા તને,
  અદેખાઈની આંખે કરચો મળે. wahhh khoob saras gazal

 3. नदीना ऐ मुखने जो शोधी वलो ,
  नदीनाय मूलमां ऐ दरियो मले.

  मन होय तो मालवे जवाय. द्रढ निश्चय मुश्केल कामने पण सफल बनावे छे।

 4. જરા ડોક નીચી કરીને જુઓ,
  ત્યાં ‘આનંદ’ તમનેય અદકો મળે.
  આ વાત બહુ ગમી. અને એ પણ શેરમાં ક્યા બાત હે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s