નાચો ક્યાં સુધી ?

આપણો કક્કો જ સાચો ક્યાં સુધી ?
કાંખઘોડી સાથ નાચો ક્યાં સુધી ?

બાથમાં લેવા ગગન ઊડી પતંગ
પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી ?

વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં
એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી ?

ને શરીરી સત્યને શ્રી માનતા,
તું જશે લૈ આ લબાચો ક્યાં સુધી ?

સાર સઘળો છે અઢી અક્ષર મહીં
પુસ્તકો દળદાર વાંચો ક્યાં સુધી ?

વિરેન મહેતા

Advertisements

6 thoughts on “નાચો ક્યાં સુધી ?

 1. ખૂબ સુંદર મત્લા અને દરેક શે’ર કાબિલ-એ-દાદ થયા છે…

  વાહ…..!!

 2. દરેક શેર ચોટદાર
  વાહ !
  ને શરીરી સત્યને શ્રી માનતા,
  તું જશે લૈ આ લબાચો ક્યાં સુધી ?

 3. સરસ,

  ને શરીરી સત્યને શ્રી માનતા,
  તું જશે લૈ અા લબાચો ક્યાં સુધી ?

  વાહ,…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s