વિચાર્યું’તું

એક વસમી પળે વિચાર્યું’તું,
બાણ મેં કોઈને ક્યાં માર્યું’તું !

ભેજ લાગ્યો ફરીથી આ ભવનો,
વસ્ત્ર તો ગતભવે નીતાર્યું’તું.

વ્હાણ વિશ્વાસમાં જ ડૂબ્યું’તું !
એક તરણે જીવન ઉગાર્યું’તું !

ચોપડે ક્યાં હતું જમા કંઈ પણ,
મારે નામે બધું ઉધાર્યું’તું.

એક ઝાંખી અલપ-ઝલપ થૈ ગઈ,
સ્વપ્ન આવું ફળે, ક્યાં ધાર્યું’તું !

ગોવિંદ ગઢવી

Advertisements

6 thoughts on “વિચાર્યું’તું

 1. ભેજ લાગ્યો ફરીથી આ ભવનો,
  વસ્ત્ર તો ગતભવે નીતાર્યું’તું… વાહ ગોવિંદભાઇ…!! આપણે જનમોજનમ ભેજ જ ભેગો કરતાં રહીએ છીએ..
  નિર્લેપતાનું કોરાપણું ક્યાં… !!?

  સુંદર ગઝલ

 2. ભેજ લાગ્યો ફરીથી અા ભવનો,
  વસ્ત્ર તો ગતભવે નીતાર્યુ’તું..

  ભવની વાત જ જવા દો ભાઈ
  ઈ તો દરેક ભવે કંઈક તો નવું વળગાડી જ દે છે.

 3. સરસ !
  એક ઝાંખી અલપ-ઝલપ થૈ ગઈ,
  સ્વપ્ન આવું ફળે, ક્યાં ધાર્યું’તું !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s