બેન ચાલી સાસરે

સાવ સૂનું બારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે,
આંખમાં સંભારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે !

ભીંત માથે સિંદૂરી થાપા કરીને વાટ તો પકડી પિયુની;
ઝૂરતું આ આંગણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

હાથમાં મિંઢોળ ને મ્હેંદી તણી નરમાશ કૈં નજરે ચડે;
યાદ કેરું તાપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

પાંપણે ઝૂલી રહ્યું અશ્રુનું તોરણ- મોતીઓ સમ ઝગમગે;
કંકુવરણું છાંટણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

એ જ છે સૂરજ, અને કૈં એ જ છે વાતાવરણ ચારે તરફ,
તારું-મારું-આપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

‘વિવશ’ પરમાર

Advertisements

5 thoughts on “બેન ચાલી સાસરે

 1. સરસ રચના
  પાંપણે ઝૂલી રહ્યું અશ્રુનું તોરણ- મોતીઓ સમ ઝગમગે;
  કંકુવરણું છાંટણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

 2. સાથે રમેલાં, જમેલાં ને ભમેલાં ભાઈ- બહેનનો
  અા પ્રસંગનો વિયોગ ભલભલાને ભાંગી નાંખે છે
  તો મા-જણ્યાનું તો કહેવું જ શું ? દરેક સ્ત્રીના
  જીવનમાં અાવતો અા સમય શોક અને અાનંદનો
  મિશ્ર ભાવ લઈને અાવે છે.
  સરસ પ્રસંગલક્ષી ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s