સમજતું નથી

એ જ તો કોઈ સાલું સમજતું નથી,
કે જીવન આજનું કાલ મળતું નથી !

આપ તો સાહ્યબીને જ વળગી રહ્યા,
આપને કોઈ દિલથી વળગતું નથી !

ના ખપે, ના ખપે, એ હૃદય ના ખપે,
જે કદી બુદ્ધિ જોડે ઝઘડતું નથી !

ભર બપોરેય અંધાર લાગ્યા કરે,
જ્યાં સુધી એમનું મુખ મલકતું નથી !

આપને એ જ વાતે જલન થાય કે –
હજુય મુજથી જગત કેમ જલતું નથી !

કેટલું કેટલું એય પીડાય છે ?
પાન જે પાનખરમાંય ખરતું નથી !

યોગેશ સામાણી

7 thoughts on “સમજતું નથી

  1. ना खपे, ना खपे, ऐ ह्रदय ना खपे,
    जे कदी बुद्धि जोड़े झघडतुं नथी !

    सरस रचना.

  2. આપને એ જ વાતે જલન થાય કે –
    હજુય મુજથી જગત કેમ જલતું નથી !
    saras.

  3. આખી ગઝલ દમદાર !
    ભર બપોરેય અંધાર લાગ્યા કરે,
    જ્યાં સુધી એમનું મુખ મલકતું નથી !

  4. ના ખપે, ના ખપે, એ હૃદય ના ખપે,
    જે કદી બુદ્ધિ જોડે ઝઘડતું નથી !…. સાવ સાચી વાત સરળ શબ્દોમાં..

    સુંદર ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s