કંટકો ગોત્યા હતા

ફૂલ છોડી કંટકો ગોત્યા હતા,
ડાળખીના હાથ મચકોડ્યા હતા.

જિંદગી ક્યારેય સમજાઈ ન’તી,
અણસમજમાં શ્વાસને પોષ્યા હતા.

જન્મભરની કેદ દઇ દીધા પછી,
જિંદગીના ટાપુ પર છોડ્યા હતા.

એ સ્વભાવે વારસામાં આવતું ,
ચાલુ ચીલા માર્ગમાં મોડ્યા હતા.

હર ઉમરમાં શ્વાસનો સટ્ટો રમી,
જિંદગીના ભાવ ફંગોળ્યા હતા.

આજને બસ બેફિકર થઇ વાપરી,
દર સવારે બારણાં ખોલ્યા હતા..

આ ગઝલ આમજ કહેવાઈ નથી,
બહુ અહમના પરપોટા ફોડ્યા હતા.

‘કીર્તિ’ આપોઆપ કંઇ મળતી નથી,
કૈંક ફતવા જાત પર થોપ્યા હતા.

કીર્તિકાંત પુરોહિત

Advertisements

7 thoughts on “કંટકો ગોત્યા હતા

 1. સરસ રચના.

  બધી જ બીજી પંક્તીઓને તમારી શક્ય તેટલી નકારાત્મક બાબતો સોંપ્યાં પછી પ્રથમ પંક્તીએ તો તમે ફાવ્યા જ જણાયા છો ! ગઝલની આય એક બાબત છે જે કાર્ય પહેલાં ને કારણ પછી દર્શાવે છે…..

 2. વાહ!

  જન્મભરની કેદ દઇ દીધા પછી,
  જિંદગીના ટાપુ પર છોડ્યા હતા.

 3. सुंदर रचना.

  कीर्ति आपोआप कंई मलती नथी,
  कैंक फ़तवा जात पर थोप्या हता .

  समग्रतया सुंदर गझल.

 4. હર ઉમરમાં શ્વાસનો સટ્ટો રમી,
  જિંદગીના ભાવ ફંગોળ્યા હતા…. વાહ ખુમારી… !!

  મજાની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s