મને હોડી મળે

એક કાગળની મને હોડી મળે,
કોઈ ભીતરથી મને દોડી મળે.

ઊડવાની લાખ ઈચ્છા હોય પણ–
પાંખ ઉછીની અહીં થોડી મળે !

હું નીરખવા જાઉં મારી જાતને,
કોઈ આવી આયનો ફોડી મળે.

સાત દરિયાને ડખોળો તોય શું ?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.

આપણે પણ એમ મળતાં શીખીએ,
જેમ ફોરમ ફૂલને છોડી મળે.

અરુણ દેશાણી

Advertisements

7 thoughts on “મને હોડી મળે

 1. બહુ જ સરસ ગઝલ !
  વાહ!
  ઊડવાની લાખ ઈચ્છા હોય પણ–
  પાંખ ઉછીની અહીં થોડી મળે !

 2. અસ્મિતાપર્વમાં મારા સહપાઠી અરૂણભાઈ સુંદર ગઝલો લખતા. એમાંથી એક સરસ ગઝલ.

  ઊડવાની લાખ ઈચ્છા હોય પણ–
  પાંખ ઉછીની અહીં થોડી મળે !

 3. ઊડવાની લાખ ઈચ્છા હોય પણ–
  પાંખ ઉછીની અહીં થોડી મળે ! .. વાહ સુંદર અભિવ્યક્તિ !!

  ઉમદા ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s