નયનનાં પગલાં

આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાં,
જેમ તારાઓને સમજ્યા છે ગગનનાં પગલાં.

એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું,
રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં.

એ ભલે ગેબી હતો જોઈ શકાયો નોતો,
પર્વતો પર હજી અંકિત છે પવનનાં પગલાં.

પાનખરમાં મને આવ્યો છે આ વાસંતી વિચાર,
ચાલ ફૂલોને ગણી લઈએ ચમનનાં પગલાં.

જાગતું તન છે પથિક પથ અને મંઝિલ આદમ,
કેમ શોધો છો તમે સ્વપનમાં મનનાં પગલાં.

શેખાદમ આબુવાલા

Advertisements

6 thoughts on “નયનનાં પગલાં

 1. એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું,
  રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં…. વાહ,

  ખૂબ સુંદર ગઝલ..

 2. મર્હુમ શેખાદમ સાહેબની સુંદર અને અર્થપૂર્ણ ગઝલ.

 3. ગની સાહેબની સુંદર ગઝલ.
  એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું,
  રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં.

 4. અાજે જ શેખ અાદમ અાબુવાલાજીને માટે લખેલ શ્રી રજનીકુમારનો લેખ
  વાંચ્યો, મન ગ્લાનિથી ભરાઈ ગયું, ત્યાં અા ગઝલ વાચી…..

  અેક ઠોકર ન મળી મોત અાવ્યું ને ગયું,
  રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં.

  પ્રેમમાં ઠોકર ખાઈને પ્રાણની અાહૂતિ દેનારને સલામ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s