લખલખું આપ્યું હતું

વાયરાએ લખલખું આપ્યું હતું,
ધાબળો વીંટી એ સંતાડ્યું હતું.

ભય વિચારી પેટમાં વીંટો વળે,
કાંડું ધરપતનું તરત ઝાલ્યું હતું.

આંખના પાકીટમાં લઇ આંસુને,
પ્રેમના સોદા વિષે ધાર્યું હતું.

વૃદ્ધ ઉમરનો તકાજો એટલો,
એક ગુમડું આખરે પાક્યું હતું.

પ્રેમ-ઈર્ષ્યા ભાઈબંધીમાં રહે,
એક ખુદ બીજાને લઇ આવ્યું હતું.

‘કીર્તિ’ને થાતો ઘસારો એટલે,
એનું કૌવત રોજ અજમાવ્યું હતું..

કીર્તિકાન્ત પુરોહિત

5 thoughts on “લખલખું આપ્યું હતું

  1. Rakesh Thakkar, Vapi

    nice
    વૃદ્ધ ઉમરનો તકાજો એટલો,
    એક ગુમડું આખરે પાક્યું હતું.

    Reply
  2. Pravin Shah

    પ્રેમના સોદા વિષે ધાર્યું હતું…very nice…

    Reply
  3. Dhruti Modi.

    સાધ્યન્ત સુંદર ગઝલ.

    વૃધ્ધ ઉમરનો તકાજો એટલો,
    એક ગુમડું અાખરે પાક્યું હતું.

    ખૂબ સરસ શે’ર…..

    Reply

Leave a reply to Rakesh Thakkar, Vapi Cancel reply