‘આસ્વાદ’ આજે નવમામાં વર્ષમાં પ્રવેશે છે….

ભાવક મિત્રો…!!

આજે ‘આસ્વાદ’ આઠ વર્ષ પૂરાં કરી નવમા વર્ષમાં પ્રવેશે છે, મિત્ર શ્રી પ્રવીણભાઈ શાહે
એકલે હાથે શરૂ કરેલા આ અભિયાનમાં હું તો સહ-સંચાલક તરીકે છેલ્લા બે વર્ષમાં જ જોડાયો
પણ શ્રી પ્રવીણભાઈની અથાક મહેનત આ મજલના પાયામાં છે તેને નોંધ લેવી જ જોઈએ,
સાથે આપ સહુએ પણ સહકાર આપી અમારા અભિયાનને આગળ ધપાવવા પ્રોત્સાહન આપ્યું
છે. આ તકે આપ સહુનો પણ અંતરથી આભાર.. !!

આપનો
અશોક જાની ‘આનંદ’

9 thoughts on “‘આસ્વાદ’ આજે નવમામાં વર્ષમાં પ્રવેશે છે….

  1. Daxesh Contractor

    અશોકભાઈ, પ્રવીણભાઈ,
    આસ્વાદના નવમા વર્ષમાં પ્રવેશ માટે ખુબ અભિનંદન.
    માત્ર માતૃભાષા અને ગઝલના રસને લઈ આવી સાઈટ લાગલગાટ આટલા વરસ સુધી જાળવવી સહેલી વાત નથી. એક સમય હતો જ્યારે બ્લોગ ખુબ વંચાતા હતા. પણ ફેસબુકને કારણે હવે મુલાકાતીઓ એટલા નથી આવતા એ હકીકત પણ સ્વીકારવી રહી. ફેસબુકમાં ઈન્સ્ટન્ટ પ્રતિભાવ મળે એ મોટું જમા પાસું છે.
    – દક્ષેશ
    તા.ક. નવા રૂપરંગ સરસ છે.

    Reply
  2. Rakesh Thakkar, Vapi

    અશોકભાઈ, પ્રવીણભાઈ,
    આસ્વાદના નવમા વર્ષમાં પ્રવેશ માટે આપ બંનેને ખુબ અભિનંદન. આસ્વાદનું નવા રંગ રૂપમાં સ્વાગત છે.
    આસ્વાદના માધ્યમથી અમારા જેવા ઘણા ગઝલ ચાહકોને માર્ગદર્શન મળે છે અને સાથે પ્રોત્સાહન પણ મળે છે. એ માટે આભારી છું.

    Reply
  3. Dhruti Modi.

    ૯માં વરસમાં પ્રવેશ ખૂબ ખૂબ અભિનંદન. નવા રુપ રંગ લઈને અાવેલ અાસ્વાદ
    ખૂબ ફૂલો ફાલો. અાપ સહુંને પ્રશસ્ય કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન…..

    Reply

Leave a comment