ઝાડ કોઇ વાવીએ

ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ
વાદળની આંગળીને પકડીને આજ ફરી વરસાદને પાછો લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

આંગણામાં ઝાડ એક વાવશું તો રોજ રોજ ટહુકાઓ કેટલાયે આવશે
કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં બોલીને આંગણાને કલરવતું રાખશે
ફૂલોથી રોજ બધા આંગણું મહેકાવતા, અમે પંખીથી આંગણું મહેકાવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

સાંભળ્યું છે હમણા તો વરસાદ ગયો છે ક્યાંક દૂર દૂર પરીઓના દેશમાં
એની સાથે જ પેલું મેઘધનુષ ગાયબ છે સાત સાત રંગોના ડ્રેસમાં
શું કામે ભાઇ હવે મોડું કરવું હેં ? ચાલો બેઉને જલદી લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

– જિગર જોષી ‘પ્રેમ’

6 thoughts on “ઝાડ કોઇ વાવીએ

  1. સરસ રચના… આ વાત ખૂબ ગમી….
    અમે પંખીથી આંગણું મહેકાવીએ

  2. ‘વધુ વૃક્ષ વાવો’ આ સૂત્રનું સમર્થન કરતું લીલું છમ્મ ગીત… !!

  3. भारतने खूब ज ज़रूर छे झाड़नी, वृक्षोंनो अापणे
    स्वार्थी माणसे विनाश कर्यो छे, कुदरतने पाछी
    हसती रमती करवी होय तो चालो वृक्ष अने
    वादणीने मनावीने पाछी लई अावीये. सरस
    रचना.

  4. ચિ. જીગરની બહુ જ સુંદર રચના.ગીતમાં એની સુંદર હથોટી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s