આશા જોઈએ

સો નિરાશા, એક આશા જોઈએ,
ના બહાના કે ખુલાસા જોઈએ.

મન હવે દરરોજના કામે વળે,
એક-બે એવા દિલાસા જોઈએ.

પ્રાંત-પ્રાંતે હોય છે બોલી અલગ,
ને અમારે મૌન-ભાષા જોઈએ.

એક અફવા શહેરમાં ફેલાવી છે,
લોકને જોવા તમાશા જોઈએ.

કોઈએ વહાલી કરી છે વાંસળી,
કોઈને શતરંજ-પાસા જોઈએ.

– પ્રવીણ શાહ

Advertisements

5 thoughts on “આશા જોઈએ

 1. બહુ સરસ રચના.
  કોઈએ વહાલી કરી છે વાંસળી,
  કોઈને શતરંજ-પાસા જોઈએ.

 2. ટૂંકી બહરની ગઝલ જેમને સહજપણે હસ્તગત છે એવા પ્રવીણભાઈની સુંદર ગઝલ…. !!

 3. મન હવે દરરોજના કામે વળે,
  એક-બે એવા દિલાસા જોઈએ.

  કોઈએ વહાલી કરી છે વાંસળી,
  કોઈને શતરંજ-પાસા જોઈએ.

  સરળ સરસ ટૂંકી બહેરની રચના. વાહ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s