આવી નહીં શકે

આવી નહીં શકે કોઇ સૂરજ બચાવમાં.
દીવાનું ખૂન છે ને હવા છે તપાસમાં.

વરસાદથી ફરીથી સળગશે એ ઝૂંપડું.
સળગી ગયું ‘તું છાપરું કાલે ધમાલમાં.

કાઢી મૂક્યો છે એણે મને પણ ભીંતો સમેત,
ખાલીપણું જ્યાં થઇ ગયું મોટુ મકાનમાં.

શબ્દોનો એ જવાબ શું લખશે ખબર હતી,
મેં મોકલ્યા છે એટલે ફૂલો ટપાલમાં.

પડઘો થવાનું સ્વપ્ન અધૂરું રહી જશે,
ચીસો બધી પીસાઇ ગઈ છે અવાજમાં.

– પાર્થ પ્રજાપતિ

Advertisements

6 thoughts on “આવી નહીં શકે

  1. વાહ ! ગજબનું ઉંડાણ છે ગઝલમાં !
    કાઢી મૂક્યો છે એણે મને પણ ભીંતો સમેત,
    ખાલીપણું જ્યાં થઇ ગયું મોટુ મકાનમાં.

  2. શબ્દોનો એ જવાબ શું લખશે ખબર હતી,
    મેં મોકલ્યા છે એટલે ફૂલો ટપાલમાં…. ખૂબ નાજુક શે’ર

    આખી ગઝલ સરસ થઈ છે.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s