જઈ ઢળી છે

લાગણી મારી ગઝલમાં જઈ ઢળી છે,
પ્રેમની સંવેદના તારી ફળી છે.

પાંગરે યૌવન, મીઠાં અરમાન જાગે,
આપણી નજરો સહજ રમતા મળી છે.

બાગ તારા આગમનથી ખુશ રહે છે,
તુંય હસતી-ખીલતી, મઘમઘતી કળી છે.

મીણબત્તીના નસીબે છે સળગવું,
રાત ઈન્તેજારમાં કેવળ બળી છે.

આંસુઓ અવિરત સરે છે આંખથી ને,
‘જય’ વિરહની વેદના એમાં ભળી છે.

– જયવદન વશી

6 thoughts on “જઈ ઢળી છે

  1. nice gazal
    મીણબત્તીના નસીબે છે સળગવું,
    રાત ઈન્તેજારમાં કેવળ બળી છે.

  2. પાંગરે યૌવન, મીઠાં અરમાન જાગે,
    આપણી નજરો સહજ રમતા મળી છે…. વાહ

    સુંદર ગઝલ… વશીસાહેબ..🙂

  3. સરસ ગઝલ જયભાઈ. સંવેદનાના જુદાજુદા સ્તર સુંદર રજુ કર્યા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s