શું મળ્યું ?

છેતરીને શું મળ્યું આ જાતને ?
ના તમે રોકી શક્યા કણસાટને.

એ સફર રોકી તમે અધવચ છતાં,
ક્યાં કદી ભૂલી શક્યા એ વાટને.!

આગિયા લાખો મળ્યા ને તોય પણ,
ના નિકટ લાવી શક્યા પરભાતને..

મેં તને કહેવું હતું એ કહી દીધું,
તું જ ના સમજી શકી એ વાતને.

આમ તો બસ પામવા ‘આનંદ’ને,
બાગમાં જઇ પામી લો પમરાટને.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

4 thoughts on “શું મળ્યું ?

 1. સરસ ગઝલ.
  મેં તને કહેવું હતું એ કહી દીધું,
  તું જ ના સમજી શકી એ વાતને.

 2. અામ તો બસ પામવા ‘અાનંદ ‘ને,
  બાગમાં જઈ પામી લો પમરાટને.

  કહેવાય છે કે માણસે અાખી જિંદગી સુખી
  થવું હોય તો બાગ બનાવવો. પમરાટને પામી
  સઘળા મનદુ:ખને ભૂલી જવાય છે.
  સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s