હાલ્યને અટાણે સૈ

હાલ્યને અટાણે સૈ ,હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું….
મુઠ્ઠીભર માવઠામાં તળિયું ય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ
ભીતરમાં કૈંક લંઘાય ,સૈ .
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી , છાણાને કેટલું સંકોરવું ?…….હાલ્યને અટાણે સૈ

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક
મેંદી મૂક્યાની કરે વાતું ;
વાતું તો હોય સખી ,ઝરમરીયું ઝાપટું ,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?…….હાલ્યને અટાણે સૈ

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો
ધીંગો વરસાદ મને ગોઠે ;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે
તરસ્યું છીપાય મારી હોઠે .
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?……..હાલ્યને અટાણે સૈ

– હેમંત ગોહિલ ‘મર્મર’

7 thoughts on “હાલ્યને અટાણે સૈ

  1. વાહ! સુંદર રચના !
    ભીતરમાં કૈંક લંઘાય ,સૈ .
    અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી , છાણાને કેટલું સંકોરવું ?…….હાલ્યને અટાણે સૈ

  2. ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક
    મેંદી મૂક્યાની કરે વાતું ;
    વાતું તો હોય સખી ,ઝરમરીયું ઝાપટું ,
    ભીનું તરબોળ ક્યાં થવાતું ?
    ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?… વાહ સુંદર અભિવ્યક્તિઓ..

    આખું ગીત ગ્રામ્ય પરિવેશ અને ભાષાને ઉજાગર કરતું..

  3. ગ્રામ્યજીવનની વાસ્તવિકતાની સાથે સાથે વરસાદની અનિશ્ચિતતાથી ઊભરાતી સમસ્યાની
    સચોટ વાત ગીતમાં કવિએ ખૂબસૂરતીથી રજૂ કરી છે.ખૂબ જ સરસ રચના.

  4. ગ્રામ્યજીવનની વાસ્તવિકતા..

    ખૂબસૂરત રચના…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s