મૂકી દો !

ધુમાડો ભરીને ચલમમાં મૂકી દો,
કહે મન એ સઘળું અમલમાં મૂકી દો !

આ મત્લાઓ પાછાં દઈદો ખુદાને,
આ શબ્દોને પાછાં કલમમાં મૂકી દો !

હથેળીમાં લઇલો તમારી નજરને,
ને બે-ચાર પાંપણ વજનમાં મૂકી દો !

આ સપનાઓ પલળી ગયાં, ધ્યાન રાખો !
જરા બ્હાર એને પવનમાં મૂકી દો.

જરા હાથ આપો, કરો બંધ આંખો,
એ શું કે બધુંયે શરમમાં મૂકી દો !

બધાં કાંકરાઓને કાઢીલો બારા,
ફરી કાગડાને તરસમાં મૂકી દો !

‘નિનાદ’ ત્યાં દવાની જરૂરત ન પડશે,
આ માણસને એના વતનમાં મૂકી દો.

: નિનાદ અધ્યારુ

Advertisements

6 thoughts on “મૂકી દો !

 1. વાહ નખશિખ મજાની ગઝલના મને ગમી ગયેલા શૅર

  હથેળીમાં લઇલો તમારી નજરને,
  ને બે-ચાર પાંપણ વજનમાં મૂકી દો !

  આ સપનાઓ પલળી ગયાં, ધ્યાન રાખો !
  જરા બ્હાર એને પવનમાં મૂકી દો.

 2. સુંદર ગઝલનો સૌથી વધુ ગમેલો શેર.
  ‘નિનાદ’ ત્યાં દવાની જરૂરત ન પડશે,
  આ માણસને એના વતનમાં મૂકી દો.

 3. મત્લા થી મકતા સુધી સાંગોપાંગ સુંદર ગઝલ …

  એક એક શે’ર કાબિલ-એ-દાદ

 4. સંપૂર્ણતયા સુંદર રચના.

  ‘ નિનાદ ‘ ત્યાં દવાની જરૂરત ન પડશે,
  અા માણસને એના વતનમાં મૂકી દો.

  વાહ, સાચી દવા કહી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s