તપાસમાં આવે

કોઇ સાથે ન રાસમાં આવે,
સ્હેજ વાતે મિજાસમાં આવે.

રાતને અંધકાર ફાવે છે,
સાંજ થોડા ઉજાસમાં આવે.

જાત મારી તો સાવ અલગારી,
કોણ સાથે પ્રવાસમાં આવે !

કાશ, બે આંખની શરમ લાગે,
સત્ય સાચ્ચે પ્રકાશમાં આવે.

એક-બે વૃક્ષ શહેરમાં મળશે,
વાદળાં જો તપાસમાં આવે.

– પ્રવીણ શાહ

Advertisements

5 thoughts on “તપાસમાં આવે

 1. વાહ! પ્રવિણભાઇ, કડવી વાસ્તવિક્તા બતાવી !
  એક-બે વૃક્ષ શહેરમાં મળશે,
  વાદળાં જો તપાસમાં આવે.

 2. કાશ, બે આંખની શરમ લાગે,
  સત્ય સાચ્ચે પ્રકાશમાં આવે.

  એક-બે વૃક્ષ શહેરમાં મળશે,
  વાદળાં જો તપાસમાં આવે…..વાહ…!!

  આખી ગઝલ મજાની થઈ છે..

 3. વાહ, સરસ રચના.

  કાશ, બે અાંખની શરમ લાગે,
  સત્ય સાચ્ચે પ્રકાશમાં અાવે.

  શે’ર ગમ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s