મારી ભીતરમાં

સતત એક શોધ ચાલી હોય છે મારી ભીતરમાં,
છતાં આ મન તો ખાલી હોય છે મારી ભીતરમાં.

હું ચાહું ભુલવા જેને છતાં એ યાદ આવે,
ખબર નહીં શું પ્રણાલી હોય છે મારી ભીતરમાં.

હું શોધું કે ન શોધું યાદ કરવું કે ન કરવું,
ખરે અવઢવ નિરાલી હોય છે મારી ભીતરમાં.

કદી સુલતાન, બજરંગી, દબંગ થઈ રોજ ચમકે,
છતાં બુઢો કબાલી હોય છે મારી ભીતરમાં.

જીવન અફસોસ, દુ:ખ,અવસાદથી કાયમ ભરેલું.
બની બેઠું રૂદાલી હોય છે મારી ભીતરમાં.

નથી ઈનામ અકરામો નથી શિરપાવ તો શું.!
બધી જાહોજલાલી હોય છે મારી ભીતરમાં.

હ્રદયની મોજને લોકો સુધી પહોંચાડવા બસ,
જો ‘આનંદ’નો ટપાલી હોય છે મારી ભીતરમાં.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

6 thoughts on “મારી ભીતરમાં

 1. વાહ! ફિલ્મોના નામનો સરસ ઉપયોગ કર્યો છે.
  કદી સુલતાન, બજરંગી, દબંગ થઈ રોજ ચમકે,
  છતાં બુઢો કબાલી હોય છે મારી ભીતરમાં.

  જીવન અફસોસ, દુ:ખ,અવસાદથી કાયમ ભરેલું.
  બની બેઠું રૂદાલી હોય છે મારી ભીતરમાં.

 2. વાહ મજાની ગઝલના દરેક શૅર કાબિલ-એ-દાદ, મને વધુ ગમી ગયેલ શૅર

  હું શોધું કે ન શોધું યાદ કરવું કે ન કરવું,
  ખરે અવઢવ નિરાલી હોય છે મારી ભીતરમાં.

 3. બધી જાહોજલાલી હોય છે મારી ભીતરમાં…. we experience everything inside… very good Ashokbhai..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s