ભયપ્રેરક બારી ઉંબર લાગે છે શાને ?
મારા ઘરમાં મુજને ડર લાગે છે શાને ?
જેના ઉડવાનું સાહસ સઘળે ચર્ચાતું,
એની પાંખો જોમ વગર લાગે છે શાને ?
અંતરમાં ધરબાયેલી આંસુની મિલકત..
કંઈ જંગમ ને કંઈ સ્થાવર લાગે છે શાને ?
જેની યાદે ઝળહળ થાતાં ભાવી સ્વપ્નો,
એ મુખ ને આંખો કાતર* લાગે છે શાને ?
આખે આખો ડુંગર જેથી કૂણો થઈ ગ્યો,
એ વેલાં – ફૂલો, પથ્થર લાગે છે શાને ?
મારા મનમાં મારું જાવું દુષ્કર થઈ ગ્યું..
મનના ફરતે ઝાડી-ઝાંખર લાગે છે શાને ?
સૂની, કોરી આંખોમાંથી સૌને તાકે..
શેરીથી નોખું એ ઘર લાગે છે શાને ?
~ કુમાર જિનેશ શાહ
Advertisements
શેરીથી નોખું એ ઘર … gazal is very nice….
સરસ શેર…
આખે આખો ડુંગર જેથી કૂણો થઈ ગ્યો,
એ વેલાં – ફૂલો, પથ્થર લાગે છે શાને ?
મારા મનમાં મારું જાવું દુષ્કર થઈ ગ્યું..
મનના ફરતે ઝાડી-ઝાંખર લાગે છે શાને ?
વાહ મજાની ગઝલના તમામ શૅર માણવાલાયક
આખે આખો ડુંગર જેથી કૂણો થઈ ગ્યો,
એ વેલાં – ફૂલો, પથ્થર લાગે છે શાને ?…. વાહ કવિ… મોજ આવી ગઈ… !!
સુંદર ગઝલ.. !!
વાહ! સરસ રચના-શરૂઆતથી અંત સુધી.
સરયૂ પરીખ
अंतर मनोमंथननी सुंदर रचना.
Waahhh
Vah sundar gazal