… તો ?

સ્વપ્ન છે એ રાતથી લંબાય તો,
ધારણાનું આ જગત બદલાય તો?

તું ‘સફર’, ‘રસ્તા’ વગર પહોંચી શકે,
આ ‘ગતિ’ ‘દિશા’ નથી સમજાય તો.

સહુ સનાતન સત્યનું આવી બને ,
એક દીવાથી સૂરજ ઢંકાય તો?

નામ એનું ગણગણું, ને થાય કે,
આ અવાજો પણ કદી દેખાય તો?

તું સમયસર આવે તો એવું બને ?
‘રાહ જોવાનો’ સમય અકળાય તો?

– ગુંજન ગાંધી

7 thoughts on “… તો ?

 1. વાહ, સરસ રચના.
  એક દીવા થિ સૂરજ ઢંકાય તો….. Adbhoot.

 2. બહોત ખૂબ ! બહોત ખૂબ ! દરેક શેર દમદાર !
  ગુંજનભાઇને અભિનંદન! ‘તો’ ને બરાબર નિભાવ્યો છે!
  નામ એનું ગણગણું, ને થાય કે,
  આ અવાજો પણ કદી દેખાય તો?

 3. તું સમયસર આવે તો એવું બને ?
  ‘રાહ જોવાનો’ સમય અકળાય તો?..વાહ

  નોખી અભિવ્યક્તિની ગઝલ… દરેક શે’ર સશક્ત થયા છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s