હોય છે

આગની પાછળ રવાની હોય છે,
ને અસર પાછી હવાની હોય છે.

ખૂબસૂરત જે જવાની હોય છે,
આખરે એ પણ જવાની હોય છે.

કેટલી ઘાતક જવાની હોય છે,
તે છતા એ પામવાની હોય છે.

નામ એણે ક્યાં કહ્યું’તું છેક લગ,
પણ મજા તો ધારવાની હોય છે.

રોજ એના નામનો આ તાવ છે,
ક્યાં અસર કોઈ દવાની હોય છે?

રોજની આ રાહ જોવાની રસમ,
બીક એના રુઠવાની હોય છે.

ક્યાં હજૂરીથી તમે છૂટી શકો?
વાત એની માનવાની હોય છે.

– દિનેશ દેસાઈ

Advertisements

5 thoughts on “હોય છે

  1. Nice
    રોજ એના નામનો આ તાવ છે,
    ક્યાં અસર કોઈ દવાની હોય છે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s