અવસર મળે

જ્યારે જ્યારે કોઇ પણ ઘટના જો બળવત્તર મળે,
આ કલમને બોલવા માટે વિષય સદ્ધર મળે.

કોઇપણ ખોટા રવાડે જો ચઢી જાયે પછી,
એ જ ચર્ચાનો બને મુદ્દો અને દરદર મળે.

મૌન રહી, નીચી નજરથી પ્રશ્ન પૂછે છે મને !,
આંખોથી આંખો મિલાવે તો કશો ઉત્તર મળે.

તેં દીધેલા ઘાવ હું કહું કોઇને કે ના કહું
એ અસર મનને દુભાવતી રહે ને જીવનભર મળે.

હોય છે નિર્દોષ ચહેરા કેટલાંયે આસપાસ,
ત્યાં જરા નિર્દોષતાથી જો, તને ઇશ્વર મળે.

દાદ દેવી જોઇએ ક્યારેક તો ઇશ્વરને પણ,
એમનાં સર્જન હંમેશા કલ્પનાથી પર મળે.

હોય બેઠક કે પછી હો મહેફિલે મુશાયરા,
હોય જો હાજર ‘પથિક’ તો માણવા અવસર મળે.

– જૈમિન ઠક્કર ‘પથિક’

7 thoughts on “અવસર મળે

  1. બહોત ખૂબ! રંગ જમાવી દીધો. દરેક શેર લાજવાબ.
    વાહ!
    હોય છે નિર્દોષ ચહેરા કેટલાંયે આસપાસ,
    ત્યાં જરા નિર્દોષતાથી જો, તને ઇશ્વર મળે.

  2. ત્યાં જરા નિર્દોષતાથી જો, તને ઇશ્વર મળે… well said Pathikbhai, congrats…

  3. દાદ દેવી જોઇએ ક્યારેક તો ઇશ્વરને પણ,
    એમનાં સર્જન હંમેશા કલ્પનાથી પર મળે….. ખૂબ સાચી વાત,

    સુંદર ગઝલ

  4. दाद देवी जोईऐ क्यारेक तो ईश्वरने पण,
    एमना सर्जन हंमेशा कल्पनाथी पर मले ।

    सही बात पकड़ी.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s