ટકરાય દોસ્તી

બાકી તું બાંધે તોય ન બંધાય દોસ્તી,
કુદરતની મહેર થાય ને થઇ જાય દોસ્તી.

ખાલીપો અંધકાર ભર્યો હોય એ સમય,
દ્વારે સૂરજ સમાન ટકોરાય દોસ્તી.

પ્યાલો ધરીને માત્ર તું માંગી રહ્યો શરાબ?!
સાકીની ગેબી આંખથી છલકાય દોસ્તી.

આવે છે, ચાલી જાય છે, કંઈ પણ કહ્યા વિના,
સરવા હો દિલના કાન તો સંભળાય દોસ્તી.

ઝાંખા પડે છે રંગ ઘણાયે સમય જતાં,
બસ, ઔર-ઔર ઘેરી થતી જાય દોસ્તી.

થઇ ફાંસો તુચ્છ કારણે મનભેદ જયાં પડે,
છોડી શકો અહમ્ તો બચી જાય દોસ્તી.

તું સારથિ છે એથી છે ધરપત, પરમ સખા!
સંજોગ સાથે છો હવે ટકરાય દોસ્તી.

~ પંકજ વખારિયા

7 thoughts on “ટકરાય દોસ્તી

  1. bahot khoob!
    તું સારથિ છે એથી છે ધરપત, પરમ સખા!
    સંજોગ સાથે છો હવે ટકરાય દોસ્તી.

  2. તું સારથિ છે એથી છે ધરપત, પરમ સખા!
    સંજોગ સાથે છો હવે ટકરાય દોસ્તી….. વાહ મિત્ર

    સુંદર ગઝલ

  3. आवे छे,चाली जाय छे, कंई पण कह्या विना,
    सरवा हो दिलनी कान तो संभलाय दोस्ती.

    तो वली नीचेना शेरने केम भूलाय,

    तुं सारथि छे अेथी छे धरपत, परम सखा !
    संजोग साथे छो हवे टकराय दोस्ती…..

  4. તું સારથિ છે એથી છે ધરપત, પરમ સખા!
    સંજોગ સાથે છો હવે ટકરાય દોસ્તી…..
    Meaningful…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s