પડતા નથી

મોર્નિંગમાં જઈને પથ્થર મારવા પડતા નથી,
પક્ષીઓને કોઈએ ઉઠાડવા પડતા નથી.

જિંદગીના સૌ પ્રસંગો સેવ છે મસ્તિસ્કમાં,
માળીયેથી ફોટાઓ ઉતારવા પડતા નથી.

આંખના એક જ ઈશારે વાત સમજી જાય છે,
બાળકોને એટલે ફટકારવા પડતા નથી.

એક સમય એવો હતો કે સૂઝતું કંઈ પણ ન’તું,
ને હવે તો શે’ર પણ વિચારવા પડતા નથી.

– મેહુલ પટેલ ‘ઈશ’

4 thoughts on “પડતા નથી

  1. અશોક જાની 'આનંદ'

    આખી ગઝલ નોખા મુડના શે’ર અને અભિવ્યક્તિઓથી સભર….

    ખૂબ ગમી

    Reply
  2. બ્રિજેશ પંચાલ 'મધુર'

    એક સમય એવો હતો કે સૂઝતું કંઈ પણ ન’તું,
    ને હવે તો શે’ર પણ વિચારવા પડતા નથી.
    એમ ક્યાં બાત હે…

    Reply

Leave a reply to બ્રિજેશ પંચાલ 'મધુર' Cancel reply