કાવ્યત્રયી

કવિતા- તું આવ

તું આકાશ થઈને આવ,

તારી વિશાળતામાં હું

વિલીન થઇ જાઉ, ને

તૃપ્ત થાઉં.

***

કવિતા- તું આવ

તું જે પળે આવે એ પળ

મારા માટે યુગ સમી,

એ પળ મળે તો,

બીજી પળની શું

આશા કરવી !

***

કવિતા- તું, આવ

મને સદૈવ તારી પ્રતિક્ષા

એમાં જ હું રત અને

એ જ મારું તપ,

એમાં જ મને આનંદ

અને એ જ મારી કવિતા

-પ્રવીણ શાહ

Advertisements

6 thoughts on “કાવ્યત્રયી

  1. વાહ … સુંદર લઘુ કાવ્યો.. !!

    ત્રીજું વધારે ગમ્યું.. !!

  2. ઉંડી લગનીથી કરાયેલી શબ્દની માવજત સર્જકની હયાતીને લગાવથી વાચા આપે છે

  3. કવિતાની પ્રતિક્ષા એ બહુ બધું કહી જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s