ના ઓગળ્યું !

કોઈ ક્યારે ય અમને ન સ્પર્શી શક્યું,
એ રીતે પ્રેમમાં વિશ્વ નિષ્ફળ ગયું !

ભીડ વચ્ચે ભીંસાયાં કરે છે સતત,
તો ય અંદરનું એકાંત ના ઓગળ્યું !

પગ મૂકું છું ને પૃથ્વી ખસી જાય છે,
ને પછી પગલું અવકાશમાં જઈ પડ્યું !

આપણું મન પરસ્પર ન માન્યું કદી,
એથી ઈશ્વર તરફ આપણું મન વળ્યું !

એક આધાર શોધી રહ્યાં છે બધાં,
જેમ પૃથ્વી ઉપર આભ ઊભું રહ્યું !

– ભરત વિંઝુડા

Advertisements

5 thoughts on “ના ઓગળ્યું !

  1. બહોત ખૂબ ભરતભાઇ!
    ભીડ વચ્ચે ભીંસાયાં કરે છે સતત,
    તો ય અંદરનું એકાંત ના ઓગળ્યું !

  2. પગ મૂકું છું ને પૃથ્વી ખસી જાય છે,
    ને પછી પગલું અવકાશમાં જઈ પડ્યું !.. વાહ

    એક એક શે’ર અનોખા કલ્પનથી સજાવેલા… !! મસ્ત ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s