છોળમાં છીએ !

સાવ છેલ્લી હરોળમાં છીએ,
તોય હા, ઘી ને ગોળમાં છીએ !

ના પૂછો કઈ ભૂગોળમાં છીએ,
પૂર્ણતઃ લાલચોળમાં છીએ !

પગ નથી કોઈના કદી ખેંચ્યા,
હીંચકા પર હિલોળમાં છીએ !

ટોળું થાકીને આવ્યું તારણ પર,
આપણે કાગારોળમાં છીએ.!

આમ છીએ સુગંધથી નિર્લેપ,
આમ અત્તરની છોળમાં છીએ !

પૂર્ણતા પર હજુય શંકા છે?
લાગે છે અર્ધગોળમાં છીએ !

– સૂર્યકાન્ત નરસિંહ ‘સૂર્ય’

Advertisements

7 thoughts on “છોળમાં છીએ !

 1. nice
  આમ છીએ સુગંધથી નિર્લેપ,
  આમ અત્તરની છોળમાં છીએ !

 2. ટોળું થાકીને આવ્યું તારણ પર,
  આપણે કાગારોળમાં છીએ.!.. દરેક શે’ર મજાનાં..!!

  કાબિલ-એ-દાદ ગઝલ…!!

 3. પગ નથી કોઈના કદી ખેંચ્યા,
  હીંચકા પર હિલોળમાં છીએ !

  ટોળું થાકીને આવ્યું તારણ પર,
  આપણે કાગારોળમાં છીએ.!..

  વાહ… બધા શેર મસ્ત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s